ભારતીય બનાવટની બંદુક (પિસ્ટલ) સાથે આરોપીને પકડી પાડતી લાકડીયા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્રારા હાલે ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા ગુજરાત રાજ્ય લેવલે સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે ડ્રાઈવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એન. દવે સાહેબશ્રીની સુચના મુજબ ચંદ્રશેખર સુખદેવભાઈ દવે પો.હેડ. કોન્સ લાકડીયા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે ભારતીય બનાવટની બંદુક (પિસ્ટલ) સાથે એક ઈસમને પકડી પાડી મુદામાલ એક ભારતીય બનાવટની બંદુક (પિસ્ટલ) કિંમત રૂ. 25,000 ના ઓ મુદામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ  ભીખા હરજીભાઇ કોલી ઉ.વ. 30 રહે. વાંઢ વિસ્તાર શિકારપુર તા. ભચાઉ વાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.