લક્ષ્મીવાડી મેઇન રોડ પર જાહેરમાં રમતા ચાર ઇસમો ઝડપાયા

લક્ષ્મીવાડી મેઇન રોડ પર જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 4 ઇસમોને રૂ. 6 હજારની રોકડ સાથે ભકિતનગર પોલીસે ઝડપી લીધા હતા. જુગારના દરોડાની વિગત મુજબ ભકિતનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમજેહુણ પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેની સાથેના કોન્સ. વિશાલભાઇ દવેને મળેલ ચોકકસ બાતમીના આધારે લક્ષ્મીવાડી મેઇન રોડ પર જાહેર શૌચાલયની પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા બાબુ જાદવ મુલીયાણા(ઉ.વ.60, રહે.વામ્બે આરએમસી કવાર્ટર), સાગર વિજય સૌંદરા(ઉ.વ.23, રહે. કેવડાવાડી શેરીનં.5)બોડુ જેરામ ગોધાવિયા (ઉ.વ.52, રહે. ઉદયનગર-2, શેરી નં. 12, મવડી મેઇન રોડ અને કેશુ જેઠા ધુટલા(ઉ.વ.74, રહે. રણુજા મંદીર પાસે, કોઠારીયા મેઇન રોડ)ને રૂ.6 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.