શંકાસ્પદ ગેસના સિલિન્ડરો સાથે એક ઇસમને નાઈટ રાઉન્ડ દરમ્યાન પકડી પડતી આડેસર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં બનતા ચોરી તથા લુંટના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોઈ.જે અનુસંધાને મે.ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી વી.આર.પટેલ સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી ડી.એમ.ઝાલા સાહેબ, રાપર સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકવવા માટે સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.સબ.ઇન્સ.બી.જી.રાવલ નાઓ પો.સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડમાં હતા. તે સમયે ચિત્રોડ ગામની બાજુમાં હાઇવે રોડની પાસે આવેલ ક્રિષ્ના જંબેસર હોટલના કંમ્પાઉન્ડમાંથી એક ઇસમને આધાર – પુરાવા તેમજ બિલ વગરના ભારત ગેસ તેમજ ગો ગેસ કંપનીના ગેસના સિલિન્ડર નંગ-૧૬ સાથે પકડેલ. જેમાં ૦૬ ગેસના સિલિન્ડરો ભરેલ મળી આવેલ અને અન્ય સિલિન્ડરો તેના કબ્જામાંથી ખાલી મળી આવેલ.જે ગેસના સિલિન્ડરો Cr. P. C. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.તેમજ મજકુર ઇસમને Cr. P. C. કલમ- ૪૧(૧) (ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ –

અનુવિગતનંગ    કિ.રૂ.
૧.  ભારત ગેસના ભરેલ સિલિન્ડરો ૧૯ કિ.ગ્રા.ના ક્ષમતાવાળા   ૦૬૨૫,૮૦૦/-
૨.ભારત ગેસના ખાલી સિલિન્ડરો ૧૯ કિ.ગ્રા.ના ક્ષમતાવાળા   ૦૬૧૨૦૦૦/-
૩.ભારત ગેસના ખાલી સિલિન્ડરો ૧૬.૯ કિ.ગ્રા.ના ક્ષમતાવાળા   ૦૩૪૫૦૦/-
૪.  ગો ગેસ કંપનીનો ખાલી સિલિન્ડરો ૧૭.૭ કિ.ગ્રા.ના ક્ષમતાવાળા ૦૧૨૦૦૦/-
                                          કુલ કિ.રૂ. ૧૬૪૪,૩૦૦/-

આરોપી –

(૧) બુધારામ વખતારામ બિશ્ર્નોઈ, ઉ.વ. ૩૬, ધંધો.મજુરી, હાલે રહે. ગુરૂકુળ ગાંધીધામ, તા.ગાંધીધામ, જી.ભુજ કચ્છ, મુળ રહે. બિદાણી લાઇનની બાજુમાં, સંચોર, તા.સંચોર, જી.ઝાલોર, રાજસ્થાન.

કામગીરી કરનાર અધિ/કર્મચારી –

આ કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા પો.કોન્સ.વિષ્ણુદાન શંકરદાન તથા નિકુલકુમાર ભુપતાજી વગેરે નાઓએ કરેલ.