૩૦૦૦ ટન કિ.રૂ.અઢી કરોડ નો કોલસો ચોરી થયેલાનુ જણાતા શ્રી સરકાર તરફે કરીયાદ રજીસ્ટર કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ.

  પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ – કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પો.સ્ટે વિસ્તારમાં ગે.કા પ્રવૃતી રોકવા સુચના આપેલ હોય અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ જી.પુર્વ – કચ્છ નાઓ તરફથી તા .૧૯ / ૦૫ / ૨૦૨૨ ના રોજ એક ટ્રકમાં ૩૫.૫૮૦ મેટ્રીકટન બીલ વગરનો મળી આવેલ તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર એ.બી પટેલ નાઓને મળેલ બાતમી આધારે એ.વી.જોષી ની પાછળના ભાગે આવેલ મીઠીરોહર સર્વે નં ૫/૫ બાઉન્ડ્રી બંધ પ્લોટ માંથી કોલસો ચોરી કરતા લોડર નં જી.જે.૧૦.એ એમ .૪૧૪૨ તથા ડમ્ફર નં જી.જે.૧૨.બી.વાય .૭૪૧૯ તથા ડમ્પરના ડ્રાયવર રહિમ હુશેન કુરેશી ઉ.વ ૩૫ રહે . કિડાણા ગાંધીધામ નાઓને પકડી ઉપરોક્ત બન્ને નોધની તપાસ કરતા મીઠીરોહર સર્વે નં ૩૫૫/૫ બાઉન્ડ્રી બંધ પ્લોટ માંથી ૩૦૦૦ મેટ્રીક ટન કિ.રૂ.ર કરોડ ૫૦ લાખનો કસ્ટમની ડ્યુટી ભર્યા વીનાનો કોલસો ચોરી થયેલાનુ જણાતા પોલીસ ઇન્સપેકટર એ.બી.પટેલ ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોતના રૂબરૂની શ્રી સરકાર તરફે ફરીયાદ રજીસ્ટર કરી નીચે જણાવેલ આરોપીઓ વિરૂધ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરેલ છે . આરોપીઓ ( ૧ ) મહેશભાઈ પરબતભાઇ પરમાર રહે જાજાસર તા.માળીયા જી.મોરબી ( ર ) અશ્વીનભાઇ પ્રભુભાઇ ગામી ( પટેલ ) રહે . મોરબી ( ૩ ) સીકંદર ( સીકલો ) ઉર્ફે સોપારી રહે લાકડીયા તથા તેની સાથે બીજા બે માણસો ( ૪ ) શંભુ ડાંગર રહે . અંજાર ( ૫ ) શંભુભાઇ મનજીભાઇ આહિર રહેકિડાણા તા.ગાંધીધામ ( ૬ ) રહિમ હુસેન કુરેશી ઉવ .૩૫ રહે.કિડાણા તા.ગાંધીધામ ( ૭ ) લોડર નં જી.જે.૧૦.એ.એમ .૪૧૪૨ નો ડ્રાયવર ચાલક નાઓની સુચનાથી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે . ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ નાઓની સૂચનાથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી.