ગાંધીધામમાં રસ્તો ક્રોસ કરતા યુવાનનું મોત

ગાંધીધામ સંકુલમાં ધોરી માર્ગો પર વાહન અકસ્માતની ઘટના રોજીંદી બનવા પામી છે. તેવામાં આજે સવારે કાર્ગો મારૂતિ શોરૂમ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં રસ્તો ક્રોસ કરતા યુવાનને ટ્રકની ટક્કર ભરખી ગઈ હતી.ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ પ્રભુભાઈ ખાંડેકા (ઉ.વ. ૩૦) વાળા યુવાન આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં કાર્ગો રોડ પર મારૂતિ શોરૂમ પાસે રસ્તો ક્રોસ કરતા હતા. ત્યારે પૂરપાટ આવતા ટ્રક નંબર જી.જે. ૧ર એ ઝેડ ૧૧૯૩ના ચાલકે યુવાનને હડફેટમાં લેતાં ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ હતભાગીને મોત આંબી ગયું હતું. બનાવ અંગે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ