મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડીનાં ગુન્હાનાં કુલ રૂ.૧,૦૦,૦૦૦/-નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ  સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

ગઇકાલ તા.૨૬/૦૫/૨૦૨૨નાં રોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હા ઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન *હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે* ભાવનગર, વાઘાવાડી રોડ અક્ષરવાડી પાસે રોડ ઉપરથી *મહેશભાઇ ઉર્ફે ભરત સ/ઓ જીવણભાઇ કાળાભાઇ વાળા ઉ.વ.૨૬ ધંધો- ખેતીકામ રહે.કુંડલીયાળા તા.રાજુલા જી.અમરેલી* વાળાને  શંકાસ્પદ સીલ્વર કલરનાં રોયલ એન્ફિલ્ડ કંપની સીલ્વર કલરનાં બુલેટ રજી.નં.GJ-04-CE-5006 સાથે ઉભો રાખી બુલેટ અંગે કાગળો માંગતાં નહિ હોવાનું જણાવેલ. જે અંગે સ્ટાફનાં માણસોએ *ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં* વાહન માલિકનાં નામ અંગે ખરાઇ કરતાં માલિકનું નામ જયેશભાઇ શાંતીભાઇ ચૌહાણ રહે.રામવાડી,નેસવડ તા.મહુવા જી.ભાવનગરવાળા હોવાનું જણાય આવેલ. જે મોટર સાયકલ મહેશે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં બુલેટ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી પુછપરછ દરમ્યાન મહુવા પો.સ્ટે. દાખલ થયેલ છેતરપીંડીનો ગુન્હો રૂ.૧,૦૦,૦૦૦/- મુદ્દામાલ સાથે શોધી કાઢવામાં સફળતા મળેલ હતી. 

*આરોપીએ કરેલ કબુલાતઃ-*

૧. આજથી આશરે ત્રણેક માસ પહેલા મહુવા,વડલી,સદ્દવિચાર હોસ્ટપીટલ પાર્કીગમાથી બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર-GJ-05-HF 8936 ની ચોરી કરી સુરત મુકામે તેનાં ગામના અશોકભાઇ માવજીભાઇ બારૈયા વાપરવા માટે આપી દીધેલ.
૨. ગઇ તા.૨૫/૦૫/૨૦૨૨નાં રોજ પોતાને બુલેટ લેવાની વાત કરી મહુવા,નેસવડ ગામેથી સીલ્વર કલરનું બુલેટ રજી.નં.GJ-04-CE-5006 આંટો મારવાનાં બહાને લઇને ભાગી વેચાણ કરવા માટે ભાવનગર આવતાં પકડાય ગયેલ.

આ મહેશભાઇ ઉર્ફે ભરત જીવણભાઇ વાળા અગાઉ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી, વિશ્વાસઘાતનાં ગુન્હામાં અને અમરેલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીનાં ગુન્હાઓમાં પકડાય ગયેલ છે. 

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા,પો.હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદિયા,પો.કોન્સ. ઇમ્તીયાઝખાન પઠાણ, જયદિપસિંહ ગોહિલ

રિપોર્ટર એઝદ  શૈખ ભાવનગર