અંજાર પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગા૨ની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન રાણા એલ.સી.બી ભાઓની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી અને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી હડીકત આધારે અંજાર ખેતરપાળ દાદાના મંદીર સામે રેડ કરી નિચે જણાવ્યા મુજબ આરોપી તથા મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.

પક્ડાયેલ આરોપીનુ નામ –

( ૧ ) મેહુલ ઠાકરશીભાઇ ઠક્કર ઉ.વ.૪૬ રહે.ખેત૨પાળ દાદાના મંદીર સામે અંજાર

હાજર નહી મળેલ આવેલ આરોપીનુ નામ –

( ૧ ) સુનિલ બળવંતભાઈ બારોટ રહે. સ્વામીનારાયણ નગર, અંજાર

મુદામાલની વિગત – અંગ્રેજી દારૂની બોટલો નંગ -૧૦ કિ.રૂ.૫૨૦૦/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર