અમેરિકામાં એમેઝોનનું કાર્ગો વિમાન કારો સાથે ટકરાતાં પાંચ મોત

અમેરિકાનાં મિયામી એરપોર્ટ પર એમેઝોનનું એક કાર્ગો વિમાન ઊતરાણ બાદ રન-વેથી બહાર નીકળી જઇને અનેક કારો સાથે ટકરાતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ આ જીવલેણ દુર્ઘટનામાં વાહનો સાથે ટકરાયા બાદ આગ લાગી હતી. પાંચ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. વિમાન પ્યૂર્ટો રિકોના લુઇસમુનોજ એરપોર્ટથી ઉડાન ભરીને મિયામી પહોંચ્યું ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. બચાવ રાહત અભિયાન છેડતાં ટીમે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કવાયત આદરી હતી.