મોટી બેર ગામમાં વીજશોક લાગતા યુવાનનું મોત
લોખંડ ની ઘોડી વીજ તારને અડી જતા જોરદાર કરંટ લાગ્યો મોટી બેર ગામમાં વીજશોક લાગતા યુવાનનું મોત થયું પાણી માટે બોરવેલનું કામ ચાલુ હતું ત્યારે બની ઘટના અબડાસા તાલુકાના મોટી બેર ગામે વીજશોક લાગતા યુવાનનું મોત નીપજયું હતું બોરવેલનું કામ કરતા અલીમ મહંમદ ઈબ્રાહીમ ગજણને વીજશોક લાગ્યો હતો અને તે બેભાન બની ગયો હતો તેથી તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અંગે વાયોર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે તા. 29 ના સવારે આઠ વાગ્યાના અરસામાં સુથરી ગામનો અલીમ મહંમદ ઈબ્રાહીમ ગજણ મોટી બેર ગામે આવેલી ગજણ મુબારક આદમની વાડીમાં પાણી માટે બોરવેલની કામગીરી કરી રહ્યો હતો. તે દરમ્યાન ઘોડીને ટુંકથી હાઈડ્રોલિક રીતે ઉંચી કરતા ઉપરથી જતા વીજતારને ઘોડી અડી ગઈ હતી. જેના પરિણામે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો યુવાનના મોતથી પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો.