તળાજા હાઇ-વે ઉપર થયેલ હત્યાનાં ગુન્હાનાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગઇ તા.૨૭/૦૫/૨૦૨૨નાં રોજ દેવાભાઇ બચુભાઇ વાઘેલા તેનાં દિકરા મુકેશ વાઘેલા સાથે તળાજા માર્કેટમાં કેરીઓ વેચીને તળાજાથી નવી દેવલી મોટર સાયકલમાં જતાં હતાં. ત્યારે મોટર સાયકલની પાછળ મુન્નાભાઇ ઉર્ફે નારણભાઇ ભોળાભાઇ વાઘેલા તથા એક અજાણ્યા માણસે મોટર સાયકલ લઇને આવી તળાજા,શેત્રુંજી નદીના પુલથી વેળાવદર બાજુ આવતાં પહેલા પુલ પાસે મોટર સાયકલ ઉભુ રખાવી મુકેશ ઉપર રીવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કરી ગોળીઓ મારી ગંભીર ઇજાઓ કરી તેમજ દેવાભાઇને માથાના ભાગે કઠણ વસ્તુથી માર-મારી તથા દાઢીના ભાગે ધારવાળી વસ્તુ મારી ગંભીર ઇજા કરી મુન્નો ઉર્ફે નારણભાઇ ભોળાભાઇ તથા એક અજાણ્યો માણસ મોટરસાઇકલ લઇને ભાગી ગયેલ. જે બંનેને સારવારમાં ભાવનગર ખાતે લાવતાં મુકેશ વાઘેલા મરણ ગયેલ હોવાનું અને દેવાભાઇ વાઘેલાને હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ.જે અંગે મનિષભાઇ દેવાભાઇ વાઘેલાએ તળાજા પોલીસ સ્ટેશનમાં ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવેલ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલસાહેબે આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આ હત્યાનાં ગુન્હાનાં આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ., લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાંઓને સુચના કરેલ.

આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફને હ્યુમન સોર્સથી મળેલ માહિતી આધારે બુધેલ ચોકડી પાસેથી આરોપી નારણ ઉર્ફે મુન્નો ભોળાભાઇ રવજીભાઇ વાઘેલા ઉ.વ.૨૮ ધંધો-ખેતીવાડીની મજુરી રહે.મુળ-પાણીની ટાંકી સામે, નવી દેવલી તા.તળાજા જી.ભાવનગર હાલ-બપાડાનાં પાટીયે, કેનાલ કાંઠે,તળાજા રોડ,ભાવનગરવાળો હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ. 

 કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં કિરીટભાઇ પંડયા, ઘનશ્યામભાઇ ગોહિલ, રાજેન્દ્દસિંહ સરવૈયા, ધર્મેન્દ્દસિંહ ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફ

રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર