સુરત શહેરમાં આવેલું નગર ભેસ્તાનમાં ડેટા એન્ટ્રીનું કામ આપવાનું કહી ઠગનારા બે સગીર સહિત સાત ઝડપાયા

copy image

ભેસ્તાન સાંઇ સ્ક્વેર બિલ્ડિંગમાં કેલીજોબ સર્વિસ નામની કંપનીમાં ઓનલાઇન જોબ આપવા માટે કોલ સેન્ટર ચલાવતા 2 સગીર સહિત 7ને પાંડેસરા પોલીસે પકડી પાડયા. ઓનલાઇન જોબ માટે યુવકોને પોર્ટલ પર ડેટા એન્ટ્રીનું કામ આપતા હતા. જેના માટે ઠગ ટોળકી 5500 રૂપિયાનો ચાર્જ લેતી હતી. પોર્ટલના કોઈ રૂપિયા ન આપે તો તેની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી પૈસા પડાવતા હતા. ટોળકીએ અત્યાર સુધીમાં 9.50 લાખની રકમ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ટોળકી પહેલા કવીકર અને કલીક ઈન્ડિયા નામની વેબસાઇટ પરથી લોકોના મોબાઇલ નંબરોના ડેટા બેઝ ખરીદી તે નંબરો પર કોલ કરી ડેટા એન્ટ્રીનું કામ 5 થી 6 દિવસમાં કરવાથી 15 હજારની રકમ મળશે તેવી લાલચ આપતી હતી. દેશભરમાં હજારો લોકોને ઠગ ભોગ બન્યા છે અને ચીટીંગનો આંકડો લાખો-કરોડો હોવાની આશંકા છે. હાલમાં પાંડેસરા પોલીસ જાતે ફરિયાદી બની છે. જેના આધારે પોલીસે ભાવિક પંચાલ રહે,પાંડેસરા, તીર્થ પટેલય ઉ.વ.24 રહે,ભીમરાડ, આરતી ચૌધરી ઉ.વ.24 રહે,નાનપુરા, લીઝા નાયકઉ.વ.22 રહે,પાંડેસરા, શતાબ્દી શાહુંઉ.વ.24 રહે,પાંડેસરા તેમજ બે 17 વર્ષના સગીરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.