તા.૨૪ ઓગષ્ટે બોટાદ તાલુકાનો (શહેર તથા ગ્રામ્ય) સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
બ્યુરો, તા.૦૧ :- બોટાદ મામલતદારશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ઓગષ્ટ-૨૦૨૨ ના માસનો બોટાદ તાલુકા ( શહેર તથા ગ્રામ્ય ) નો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ મામલતદાર કચેરી, બોટાદ ખાતે યાજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે તેમજ ઉક્ત પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધીમાં રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.