સામખિયાળીમાં અસામાજિકતત્વો દ્વારા દુકાનો ખાલી કરાવા, વેપારી સાથે દાદાગીરી કરાતા ભય ફેલાયો
જુના બસ સ્ટેશનથી જંગી રોડ પર આવેલી દુકાન કે જે ગ્રામ પંચાયતમાં નોંધાયેલી છે તે ખરીદનાર લોહાણા સમાજના વેપારીને અસામાજિક તત્વો દ્વારા મિલકત ગેરકાયદેસર રીતે હડપી લેવાના ઉદેશથી ધાક ધમકી આપી અને બળજબરીથી ગેટ લોક કરવાના મુદ્દે સામખિયાળી સમાજના અગ્રણીઓએ જિલ્લા સમાહર્તાને આવેદન આપી રજૂઆત કરી.
પ્રકાશ અરવિંદભાઈ ઠક્કર તેમજ મહેશભાઈની માલિકીની દુકાનો કે જે 2004માં ખરીદી કરી હતી ઉપરાંત તેને જુના બાંધકામમાંથી નવું બાંધકામ કર્યા પછી નવ દુકાનોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ તેને ગેરકાયદેસર ઠરાવવા માટે ખોટા દસ્તાવેજો કરીને આ મિલકત બબીબેન નામના કોઈ મહિલાની છે તેવું જણાવી ત્યાં મેડિકલ સ્ટોર ધરાવતા ભાડુઆત બાબુભાઈ પી ચૌહાણને જઈને રાજેશ મણકા, હશુ કોળી, અશોક મણકા વગેરે પાંચથી સાત લોકોએ દુકાન ખાલી કરવ ધાક ધમકી કરી હતી.
આવેદનપત્રમાં લોહાણા મહાજન વતી અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ બંને ભાઈઓએ 17 વર્ષ અગાઉ કાયદેસરની ખરીદેલી માલિકીની દુકાન અને તેના મેઈન ગેટ પર તાળું આપાવી અસામાજિક તત્વો દ્વારા ભય ફેલાવામાં કરવામાં આવ્યો છે જેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે.