વીજ કર્મચારીના બેન્ક ખાતામાંથી અજાણ્યા સખ્શ દ્વારા રૂ.1.46 લાખનું ટ્રાન્ઝેક્શન

ભુજ આરટીઓ રીલોકેશન વિસ્તારમાં રાજગોર સમાજવાડી પાસે રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા કર્મચારીના એસબીઆઇ બેન્ક અકાઉન્ટમાંથી કોઇ અજાણ્યા ઈસમ દ્વારા ટ્રાન્ઝેકશન કરી રૂપિયા 1 લાખ 46 હજાર જેટલી રકમ ઉપાડી લેવાતા આ અંગે તરત જ  સાયબર સેલનો સંપર્ક કરતાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભોગબનારની ગયેલી રકમ બેન્ક એકાઉન્ટમાં પરત અપાવી દીધી.

મળતી માહિતી અનુસાર આરટીઓ રીલોકેશન વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતાં સતીશ રમેશચંદ્ર જેઠી નામના યુવકના એસબીઆઇ બેન્ક એકાઉન્ટમાંથી 4 ઓગસ્ટના કોઇ અજાણ્યા ઇસમે ટ્રાન્ઝેકશન કરી 1 લાખ 46 હજાર જેટલા રૂપિયા ઉપડી લીધા હતા. ભોગબનારે ત્વરિત પણે સાયબર સેલ ભુજનો સંપર્ક કર્યો હતો.

પોલીસ દ્વારા ભોગબનાર ફરિયાદીના આધારે બેન્ક એકાઉન્ટની વિગતો પરથી તાત્કાલિક પત્ર વ્યવહાર અને ટેકનીકલ રીસોર્સના માધ્યમથી  કાર્યવાહી કરી ભોગબનારના ગયેલા રૂપિયા પરત તેમના બેન્ક અકાઉંટમાં લેવડાવી આપ્યા હતા. આવો કોઇ ઘટના ઘટે તો, તાત્કાલિક પણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો તેમજ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરાઇ છે.