સુરતના મીની બજારમાં હીરાના કારખાનાનો છજાનો ભાગ ધરાશાયી

સુરતના મિનીબજારમાં આવેલું શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગમાં છજાનો ભાગ ધરાશાયી થયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ બિલ્ડીંગની નીચે પાર્ક કરેલા 30 વાહનો દબાઈ જવાથી નુકશાન થયું હતું. બીજી બાજુ આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચી આવી કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી.

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ નજરે પડી રહ્યો છે. ત્યારે સુરતના મીની બજારમાં આવેલા શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગનો છજાનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. છજ્જાનો ભાગ ધરાશાયી થતા બિલ્ડીંગની નીચે પાર્ક  કરેલા 30 વાહનો દબાઈ જવાથી નુકશાન થયું હતું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને સ્થાનિકો દ્વારા કરાઈ હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા અહી કાટમાળ ખસેડવાની કામગીરી કરાઈ હતી. બિલ્ડીંગ નીચે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવ બનતા રત્નકલાકારો બિલ્ડીંગની બહાર દોડી આવ્યા.