કોલેજોમાં હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલે છે ત્યાં પરીક્ષાની તારીખો જાહેર કરાઇ

Z-13

કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલે છે ત્યાં જ યુનિવર્સિટી દ્વારા પ્રથમ પરીક્ષાની સંભવત તારીખો જાહેર કરવામાં આવી છે જેથી જે વિદ્યાર્થીઓના હજુ એડમિશન થયા નથી તેઓ દ્વિધામાં મુકાયા છે.

યુનિવર્સિટીએ ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રથમ સેમેસ્ટર કસોટીની સંભવત તારીખો જાહેર કઋ છે. તે મુજબ 2 તબક્કામાં પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ તબક્કામાં 10 નવેમ્બર થી  અને બીજા તબક્કામાં 22 નવેમ્બરથી કસોટીની શરૂઆત કરાશે. કોલેજો અને યુનિવર્સિટીના ભવનોમાં અભ્યાસ કરતા અલગ અલગ કુલ 79 કોર્ષના વિદ્યાથીઓ કસોટીમાં ભાગ લેશે. જે કોર્ષ નવા શરૂ થયા છે તેને બીજા તબક્કામાં આવરી લેવામાં આવ્યા છે.