કાકાએ સ્નાન કરતી ભત્રીજીનો વીડિયો ઉતારી દુષ્કર્મ આચર્યું

copy image

રાપરમાં કૌટુંબિક કાકાએ સ્નાન કરતી સગીર વયની ભત્રીજીનો વીડિયો ઉતારી, તે વાયરલ કરવાની ધમકી આપી આઠ માસ સુધી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઈ છે. ભોગ બનનાર કીશોરીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ, તેના કૌટુંબિક કાકાએ તે સ્નાન કરી રહી હતી ત્યારે વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી તા.12/1/2022 ના રોજ લલચાવી ધાક ધમકી કરી તેને મંજુવાસની સીમમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યા બાદ છેલ્લાં આઠ મહિના દરમિયાન અનેકવાર ભત્રીજી સાથે દુષ્કર્મ ગુજાર્યું.

ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું કે કાકાના કરતૂત અંગે પરિવારમાં જાણ કરવાથી મોટો ઝઘડો થવાની તેને બીક લાગતી હતી એટલું જ નહીં, કાકા તેની વીડિયો ક્લિપ વાયરલ કરી દેશે તેવો પણ ડર લાગતો હતો. જો કે, આ મામલે પરિવારજનોએ તેને હિંમત આપતાં તેણે રાપર પોલીસ મથકે કૌટુંબિક કાકા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.