દારૂ પીને ઠપકો આપતા પિતાથી કંટાળી, ભાગેલી બે તરૂણી પરિવારને સોંપવામાં આવી


ગાંધીધામ વિસ્તારમાંથી તા.18/9 ના રોજ રાત્રે એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી બે અજાણી તરુણીઓ ગાંધીધામના ચાવલા ચોક પાસે છે બંને તરુણીઓ ક્યાં જવું છે પૂછયું છતા કશું કહેતી નથી અને ખુબ જ ચિંતામા છે તેથી મદદની જરૂર છે તેમ જણાવતાં 181અભયમના કાઉન્સેલર રાઠોડ શિલ્પાબેન અને મહિલા કોન્સ્ટેબલ કૈલાશબેન તથા પાયલોટ સુથાર જયેશભાઇ ઘટના સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. 181 ટિમ બંન્ને તરુણીઓ સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યા હતા.
બંનને તરુણીઓ ના કાઉન્સેલિંગ કરતા શરૂઆત માં બંને તરુણીઓ ખુબ જ ગભરાઈ ગયેલ હોવાથી પરિવાર ની ખોટી માહિતી આપેલ અને તેવો બંને અનાથ હોય તેવું જણાવ્યું હતું. ઘણા પ્રયાસો પછી બંને તરુણીઓ એ જણાવેલ કે તેઓ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી છે અને નશાની હાલતમાં પિતાને રોજ અપશબ્દો કહીને અપમાનિત કર્યા કરે છે જેથી બંને બહેનો ને મનમાં લાગી આવતા માતા – પિતા ને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.
સ્થાનિક પોલીસ સ્ટેશનના સહકાર થી તરુણીઓના ગામના સરપંચ અને ઉપસરપંચના નંબર મેળવી 181 ની ટીમે કાયદાનું ભાન કરાવી અને કેફી પદાર્થ નું સેવન કરવાથી થતા નુકશાન અંગે સમજાવ્યું હતું. જે પછી તરુણીઓના પિતાએ માફી માંગી અને હવે કેફી પદાર્થ નું સેવન નહીં કરે એવું જણાવતાં પરિવારને સોંપાઈ હતી.