હાજીપીર પાસેની કંપનીમાં કન્વેટર બેલ્ટ તૂટી જતાં નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત


મૂળ બિહારના અને હાલ હાજીપીર પાસેની એમ.એમ.કંપનીમાં કામ કરતા ઓમપ્રકાસ જગદીશભાઇ ચૌધરી નામનો શ્રમજીવી સવારે કંપનીમાં કન્વેટર બેલ્ટ પર કામ કરતો હતો. ત્યારે ઓછીતા બેલ્ટ તૂટી જવાટી નીચે પટકાયો હતો. આ ઘટનાના કારણે માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર પહેલા જ દમ તોડ્યો હતો. નરા પોલીસે ઘટનાની નોંધ લઇ કાર્યવાહી કરી હતી.