રાંચી જતો મહેસાણાનો યુવક એક કારતૂસ સહિત એરપોર્ટ પર પકડાયો

અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર સી.આઇ.એસ.એફ.માં સબ ઇન્સ્પેક્ટર શાલિની પવાર અમદાવાદથી રાંચીની ફલાઇટના પેસેન્જરોની એક્સ-રે સ્ક્રીનિંગ મશીન પર શારીરિક અને લગેજની તપાસ કરતા મહેસાણા જિલ્લાના મેઉ ગામના 32 વર્ષીય અપૂર્વ રામીના પાકિટમાંથી 1 કારતૂસ મળી  હતી. જે વિશે તેમણે અપૂર્વની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે પોતાના મોટા બાપા જયેશભાઇ રામી સાથે 2 વર્ષથી રહે છે. મોટા બાપુ જયેશભાઇ વર્ષ 2008માં આર્મીમાંથી નિવૃત થયા અને તેમની પાસે પિસ્તોલનું લાઇસન્સ છે.

અપૂર્વના પાકિટમાં પિસ્તોલની એક કારતૂસ ઉતાવળમાં ભૂલથી રહી જતાં અપૂર્વ પાસે પિસ્તોલનું લાઇસન્સ નહીં હોવાના લીધે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ કરાઇ હતી અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.