દસક્રોઈમાં ‘કંપની તારા બાપની છે’ કહી માર મારવામાં આવતા 4 સખ્શ સામે ફરિયાદ નોંધાઈ

બાકરોલ ઔધોગિક એકમની 1 કંપનીમાં કંપનીના કામ બાબતે પર-પ્રાંતીય કામદાર અને સ્થાનિક કામદાર વચ્ચે ઝગડો થતાં સ્થાનિક કામદારને નોકરી પરથી કાઢી મુકવામાં આવતા સ્થાનિક કામદારે અન્ય 3 સાગરીતો સાથે આવી પર-પ્રાંતીય કામદાર ને માર મારતાં કણભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

દસક્રોઈના બાકરોલ ગોપાલ ચરણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અરણમ એન્ટરપ્રાઇઝ ફેકટરીમાં મૂળ ઉત્તરપ્રદેશનો પ્રેમકુમાર પાસવાન ફેકટરીમાં કામ કરે છે. કોઈક કારણોસાર કામ અંગે પ્રેમકુમારને ફેકટરીમાં કામ કરતા બાકરોલના જયેશ ઠાકોર સાથે ઝગડો થતા પ્રેમકુમારે ફેકટરીમાં ઝગડો ન કરવા માટે જયેશને જણાવ્યું હતું. ઝગડાની જાણ ફેકટરી સૂપરવાઇઝરને થતા જ્યેશે નોકરી નથી કરવી કહેતા રોકડ પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો.

ત્યાર પછી જયેશ તેના અન્ય 3 મિત્રો સાથે લાકડાના પાટિયા લઈ ફેકટરીમાં પ્રેમકુમાર અન્ય કામદારો સાથે કામ કરતો હતો તે દરમિયાન આવી કંપની તારા બાપની છે તું અમને કામ અંગે કેમ શીખવાડે છે, કહી માર મારતાં પ્રેમકુમારને માથામાંથી લોહી વહેવા લાગ્યું તેમજ જમણા હાથની આંગળીઓમાં ઇજા પહોચતા અન્ય કામદારોએ મારથી બચાવી શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આમ સ્થાનિક કામદારોએ માર મારતાં 4 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.