જખૌ પાસેના શિયાળ ક્રિક બેટ પાસેથી ડ્રગ્સનું શંકાસ્પદ પેકેટ મળી આવતા છાનબિન હાથ ધરાઈ


વધુ એક વાર અબડાસાના ક્રિક વિસ્તારમાંથી ડ્રગ્સનું શંકાસ્પદ પેકેટ મળ્યું છે.જખૌ મરીન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.દશેરાના દિવસે જખૌ મરીન કમાન્ડો ફોર્સના પીએસઆઇ બી.આર.કોલીની સાથે મરિન કમાન્ડો અરવિંદભાઈ રોજાસરા, સાગરભાઈ મહિડા, આંનદભાઈ મૂળિયા, ભાવેશભાઈ જોટવા, શંભુસિંહ જાડેજા સહિતના ક્રિક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન શિયાળક્રિક વિસ્તારમાં ચેરિયાના ઝાડમાં ફસાયેલી પ્લાસ્ટીકની કોથળી મળી હતી.જે શંકાસ્પદ લાગતાં તેને તપાસ માટે મોકલાઇ છે.આ 100 ગ્રામ વજન ધરાવતી થેલીમાં ડ્રગ્સ હોવાની સંભાવના છે. પૂર્વે ઘણી વખત પેકેટ મળી આવ્યું છે પણ આજે જે પેકેટ મળ્યું તે અલગ છે.જેથી છાનબીન કરાઈ રહી છે.