મહેસાણાના ખેરવા પાસે બાઈક ચાલકને ગાડીએ અડફેટે લેતા, યુવકનું મોત

copy image

મહેસાણા તાલુકાના હેબૂઆ ગામ પાસે એક યુવકને ગાડીએ ઠોકર મારી હતી. જેથી તેનું મૃત્યુ નીપજયું હતું. પરિવારમાં શોકની લગાની છવાઈ.
મહેસાણા તાલુકાના ખેરવા ગામમા રહેતો દેસાઈ પોતાનું બાઈક લઇ ખેતરમાંથી ઘરે આવતો હતો એ દરમિયાન ખેરવા ગેટ નંબર 1 પાસે આવેલી હેબૂઆ ચોકડી નજીક એક બેફામ ગાડી GJ 24 AQ9889ના ચાલકે પુરપાટે હંકારી બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં યુવક રોડ પર પટકાતા તે લોહીલુહાણ બન્યો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકોએ યુવકને 108વડે સારવાર અર્થે ખસેડ્યો હતો. યુવકને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજયું હતું. ઉપરાંત અકસ્માત સર્જનાર ચાલક ગાડી મૂકી ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકમાં ગાડી ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.