હરીપર ગામ પાસે યુવકે પુરપાટે વાહન હંકારતા બાઈક વોકળામાં પડી જતાં ઘટનાસ્થળે મોત

image-113
copy image

મોરબીના હરીપર ગામ પાસે યુવકે પુરપાટે વાહન હંકારતા બાઈક વોકળામાં ખાબક્યું હતું અને તેનું ઘટનાસ્થળે જ બાઈક સવારનું મોત થયું હતું. સમગ્ર બાબતે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ ધ્રોલના ભેસદળ ગામમાં ખેત મજૂરી કરતા રાકેશ વેરસીંહ પલાસિયાએ જણાવ્યું હતું કે, તેમના ભાઈ બુદલા પોતાનું બાઈક લઈ મોરબી તાલુકાના હરીપર ગામ નજીક મોરબી માળીયા હાઇવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તા પરથી પસાર થતા હતા તે દરમિયાન તેણે બાઈકને પુરપાટે અને બેદરકારીથી હંકારતા હરીપર ગામ તરફ જવાના રસ્તે વળવા જતાં બાઈક વળ્યું ન હતું અને રોડની સાઇડમાં આવેલા વોકળામાં બાઈક સાથે ખાબક્યા હતા. આ અકસ્માતને પગલે બુદલાને ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસે નોધ કરી કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી.