ગાંધીધામના વોર્ડ નં.12ની વિવિધ સમસ્યાઓનો નિરાકરણ લાવવા સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી

copy image

ગાંધીધામ શહેરનાં સેકટર-5 વોર્ડ નં.12ની વિવિધ સમસ્યાઓને લઈ સ્થાનિક લોકો ઉપરાંત સર્વોદય યુવા સંગઠન, સથવારા કોલોની સેકટર-5 દ્વારા ગાંધીધામ નગરપાલિકાનાં પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા માંગ કરવામાં આવી હતી.

આ અંગે રજૂઆતમાં જણાવ્યું હતું કે, સેકટર- 5માં પ્લોટ નં. 101થી 144ની ગ્રાન્ટ, ગટર લાઈન માટે પ્લોટ નં.529થી 543 સુધીની ગ્રાન્ટ, પ્લોટ નં.179થી 198, પ્લોટ નં.511થી 523 અને પ્લોટ નં.68થી 55 સુધી સીસી પેવર બ્લોક રોડ બનાવવાનું જે કામ પાસ થયેલ છે, અને બાકીની અન્ય ગ્રાન્ટ પાસે થયેલ છે તેનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવા આવે. તથા સેકટર-5માં હાલ રોગચાળો ફાટી નિકળ્યો હોવાથી આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવા અને યોગ્ય સાફ સફાઈ કરવા રજૂઆત કરવામાં આવી હતી.