નખત્રાણાના મથલના પુલિયા નીચે આવેલા ડાયવર્ઝનપર મીઠું ભરેલું ટ્રેઈલર પલટી જતાં ટ્રાફિકજામ

image-166

નખત્રાણા તાલુકાના મથલ પુલીયા નીચે આવેલા  ડાયવર્ઝન પર ગઈકાલે સોમવારે સવારે 10:00 થી 11:00 વાગ્યાના અરસામાં મીઠા ભરેલું ટ્રેઈલર પલ્ટી ગયું હતું. ઢાળ ચડતી વખતે અચાનક ટ્રેઈલર રિવર્સમાં આવતા ડાયવર્ઝન પાસે પાણી ભરેલા ખાડામાં વાહન ઉથલી જતાં મીઠું ઢોળાઈને પાણીમાં મીક્ષ થઈ ગયું હતું. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં ક્રેનને બોલાવીને વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન અડધો કલાક સુધી માર્ગની બંને તરફ વાહનો થંભી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આ બનાવના ફોટો વિડીયો પણ વહોટ્સએપમાં દિવસ ભર ફરતા રહ્યા હતા. મહત્વની વાત એ છે કે અગાઉ પણ આ સ્થળોએ અકસ્માતની ઘટના બની ચૂકી છે પુલિયાની બંને બાજુ કોઈ આડસ નથી તેમજ પાણી ભરેલા હોઈ રાતના સમયે અકસ્માતનું જોખમ વધી જાય છે ત્યારે આડસ મૂકવી જરૂરી છે