પાળીયાદ ના પીપળીયા ગામ પાસે દારૂ ભરેલી પીક અપ વાન ઉંધી પડી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાનો સરકાર દાવો કરે છે ત્યારે હાલમાં ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે જે બાબતે બોટાદ જિલ્લાના  પાળીયાદ તાલુકાના પીપળીયા ગામ પાસે દારૂ ભરેલી પીકપ વન ઉંધી પડતા ઇંગ્લિશ દારૂની બોટલો નીચે પડી ઢોળાઈ ગયેલ હતી આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ભરેલી પીકઅપ વાન ઉંધી પડતા તેમાં રહેલ ઇંગ્લિશ દારૂ ની બોટલ રોડ પર પડેલ હતી આ બાબતે પોલીસની સુરક્ષા ના લીરે લીરા ઉડાડતી આ ઘટના બનવા પામેલ છે આટલી પોલીસ સુરક્ષા હોવા છતાં કેવી રીતે આખું પિકઅપ વાન દારૂ ભરીને જતું હશે તે તો ગુજરાત સરકાર જ જાણે ખેર હાલમાં પીપળીયા ગામે દારૂ ભરેલી પીકઅપ વાન ઉંધી પડતા જાહેર રોડ પર દારૂની બોટલ પડી ગયેલ હતી આ બાબતે પાળિયાદ પોલીસને જાણ થતા પાળીયાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ ચલાવી રહેલ છે