કેરા ગામ એટલે સવાર પડે ને લોકોને મુસીબતો નો સામનો કરવાનો ચાલુ.
કેરા ગામ એટલે સવાર પડે ને લોકોને મુસીબતો નો સામનો કરવાનો ચાલુ પહેલા મીઠા ની ઓવરલોડ ટ્રકો થી સામનો જે હવે રસ્તાઓના કારણે બંધ કરાઈ જેથી લોકોને રાહત મળી તો હવે ગજોડ થી કેરા થઇ મુન્દ્રા તરફ અદાણી કંપનીમાં લઈ જતી મસ મોટા પથ્થરો ની ઓવરલોડ ટ્રકો જે રસ્તાઓ તો ખરાબ કરે છે પણ ત્યાંથી નીકડતા ગાયો ભેંસોને પણ આડફેટે લેછે અને ત્યાં રોડ પર રહેતા લોકો પણ આ ટ્રકોથી પરેશાન છે લોકોનું કહેવુંછે આ ટ્રકો રોજ ફૂલ સ્પીડ મા દોડેછે અને રાત્રે પણ ફૂલ હોરાન વગાડતા જાય છે જેમાં આજે 8 વાગ્યા ની આર્સમાં એક ભેંશને ટ્રકે ટક્કર મારતા ભેંશ સાઈડમાં ફંગોડાઇ ગઇ હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જેથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો નું એવું પણ કહેવું છે કે કેરા મા પશુ હોસ્પિટલ હોવા છતાં ત્યાં કોઈ હાજર રહેતું નથી કે ત્યાં કોઈ ફોન નંબર પણ નથી તો કોને જાણ કરવી અને ગામમાં કોઈ સાભડતું નથી તેવું ગામ લોકો નું કહેવું છે તો આ યમરાજ સામાન ચાલતી ટ્રકો કોની મહેરબાની થી ચાલેછે કેમ આના પર કોઈ નિયંત્રણ નથી લાગતું તોશું આવી ટ્રકો બંધ થશે કેરા પશુ હોસ્પિટલ રેગ્યુલર ચાલુ થશે કાયમ થતી ટ્રાફિકનો અંત આવશે બાય પાસ રોડ બનશે આની રજૂઆત કોણ કરશે આવા અનેક પ્રશ્નો ગામ લોકો પાસે છે આનો જવાબ કોણ આપશે?
