કંડલાના વેસ્ટગેટ થી પસાર થતા ટ્રેઈલરે અપ કરેલી ટ્રોલી નીચી કર્યા વિના પસાર થતાં ટક્કરથી છત પડી ભાંગી, તો બીજી ઘટનામાં જેટી નં.16 પર હુક્ક છુટતા હિટાચી પટકાયું

image-186
copy image
copy image

દિનદયાલ પોર્ટ ઓથોરિટીમાં ગત રોજ બે જુદા જુદા અકસ્માતની ઘટનાઓ બનવા પામી હતી. સદભાગ્યે બંને બનાવોઓમાં કોઇના ઘાયલ થયાનું સતાવાર સમર્થન મળતું નથી. પહેલી ઘટના સાંજના કંડલાના વેસ્ટગેટ નં.1 પર બનવા પામી હતી અંદર પ્રવેશ કરી રહેલુ ટ્રેઈલર તેની અપ કરેલી ટ્રોલીને નીચી કર્યા વગર જ પસાર થવાનો પ્રયત્ન કરતા તેની ટક્કર ગેટના છતને લાગી હતી. જેથી છત આખી તેજ પળે ભાંગી પડી હતી. પોર્ટના સતાવાર સુત્રોએ આ માટે જવાબદાર કંપનીને ડેમેજ મેમો આપવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

તો બનાવના થોડા સમય પછી મલબો સ્થળ પરથી હટાવીને વ્યવસ્થા ફરી સામાન્ય કરવામાં આવી હતી. તો રાત્રીના હિટાચીને પોર્ટની જેટી નં. 16 પાસે વેસલ પર કામ કર્યા પછી ક્રેન મારફતે તેને જેટી પર અનલોડ કરતા સમયે હુક્ક છુટતા હિટાચી નીચે પડ્યુ હતું. શરૂઆતમાં આ ઘટનામાં કેટલાક ઘાયલ થયાની વાત ઉઠવા પામી હતી, પરંતુ પોર્ટના સતાવાર સુત્રોએ તે અફવા હોવાની અને સરકારી કે ખાનગી કોઇ વ્યક્તિ ઘાયલ ન થયો હોવાનું અને આ પ્રકારની ઘટનાઓ સામાન્ય હોવાનું જણાવ્યું હતું.