ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી 1.58 લાખની માલમતાની કરાઇ તસ્કરી

શહેરના ગોરવા અને ગોત્રી વિસ્તારમાં રહેતા બે પરિવારો બહારગામ ગયા હતા. આ દરમિયાન તેમના બંધ ઘરમાં ત્રાટકેલા ચોર રૂા.2.58 લાખની મતા ચોરી કરી પલાયન થઇ ગયા હતા.ગોરવામાં નવજ્યોત સોસાયટીમાં રહેતા ભરત હિંમતલાલ વાંઢેર પરિવાર સાથે કચ્છ-ભૂજ મધ્યે પ્રવાસે ગયા હતા. દરમિયાન તેમના પર  સવારે પાડોશી વૈશાલીબેનને ફોન આવ્યો હતો કે, મકાનની જાળીનો નકૂચો તૂટેલો છે અને દરવાજો ખુલ્લો છે. તેઓએ  રાત્રે ઘેર પહોંચી તપાસ કરતાં તિજોરીઓ ખુલ્લી હતી અને રોકડા રૂા.55 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.1.58 લાખની મતા ચોરાઇ હતી.

આ અંગે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં દવા બનાવતી ખાનગી કંપનીમાં સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતા દર્શન પ્રહ્લાદભાઈ સુથાર (ધૂપછાંવ સોસાયટી, દિવાળીપુરા) પરિવાર સાથે અમદાવાદ મધ્યે ગયા હતા. તેઓ પાછા આવ્યા ત્યારે જણાયું હતું કે, તેમના ઘરનું તાળું અને નકૂચો તૂટેલાં હતાં અને ઘરમાંથી રોકડા રૂા.23 હજાર સહિત કુલ 1 લાખની મતા ગાયબ હતી. દર્શન સુથારે આ બાબતે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.