દારૂના નશામાં ધૂત કાર ચાલકે 4 લોકોને ઠોકર મારી કાર ડિવાઈડર પર ચઢાવી

પાલ ગૌરવપથ રોડ પર મોડીરાતે દારૂના નશામાં ધૂત કારના ચાલકે 3 થી 4 જણાને ઠોકર મારી ઉડાવી દઈ ડિવાઇડર પર કાર ચઢાવી દીધી હતી. બનાવને પગલે ટોળાએ કારના ચાલકને ફટકારી પોલીસે સોંપ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને અડાજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, વિજય રાણાની 20 વર્ષીય દીકરીને ગંભીર પહોચી હતી. આથી વિજયે પાલ પોલીસ સ્ટેશનમાં એક્સીડન્ટની ફરિયાદ નોંધાવી હતી. તેમજ કારના ચાલક સામે પોલીસે જાતે ફરિયાદી બની પીધેલાનો કેસ દાખલ કર્યો હતો. ઝડપાયેલા કારના ચાલકનું નામ ઉત્સવ પનારા(29) છે અને તે પાલ કેનાલ રોડ પર ભાડેની જગ્યા પર ફોર વ્હીલ ગાડીનું ગેરેજ ચલાવે છે તથા પાલ ફાયર સ્ટેશનની સામે સ્તુતિ એમ્પેસ રેસીડન્સીમાં રહે છે. રાતે ગેરેજમાં ઉત્સવ પનારાએ મિત્રો સાથે નશો કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.