ચાણસ્મા-હારીજ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો: બાઇક ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો

આજે વહેલી સવારે ચાણસ્મા-હારીજ હાઇવે માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર પાટણ શહેરના તેમજ હાઇવેના માર્ગો પર છેલ્લાં કેટલાક સમયથી અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શુક્રવારની વહેલી સવારે ચાણસ્મા-હારીજ રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલક સાથે સામેથી આવી રહેલા કાર ચાલકે ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોચી હતી. જેથી તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતને લઈને હાઇવે માર્ગ પર લોકોના ટોળા એકઠા થયા હતા. તો આ અકસ્માતમાં કાર અને બાઈકને પણ ભારે નુકસાન થયુ છે.