મુન્દ્રના મોખા નજીક એક્ટિવા સ્લીપ થતાં, વૃદ્ધ દંપતી ઉપર ટ્રેઇલરના પૈડાં ફરી વળતા બંનેના કમકમાટીભર્યા મોત

મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકા પાસે એક્ટિવા સ્લીપ થઈ જતાં ટેઈલરની નીચે આવી જતાં મુન્દ્રાનું દંપતિ સ્થળ પર જ મૃત્યુ પામ્યું હતું. ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. પતિ પત્ની પર ટ્રેઈલરના  છ પૈડાં ફરી જતાં તેમના ચગદાયેલા મૃતદેહ જોઈ અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર મોખા ટોલનાકા થી એક કિમી દૂર પુલ પાસે સાંજે ચાર વાગ્યાની વેળામાં મુન્દ્રાથી ગાંધીધામ તરફ એક્ટિવા પર સવાર થઇ જઈ રહેલા મુન્દ્રાના મહેશનગરમાં રહેતા 62 વર્ષીય આસમલભાઈ બુધ્ધાભાઈ કન્નડ જેઓ તેમના 58 વર્ષીય પત્ની સુમલબેન પણ તેમની સાથે એક્ટિવા સવાર હતા. આસમાલભાઈએ કંટ્રોલ ગુમાવી ડેટા એક્ટિવા સ્લીપ થઇ ગઈ હતી અને પાછળથી પૂર ઝડપે આવતું ટ્રેઈલર તેમના પર ફરી જતાં બંન્નેનું સ્થળ પર કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.

દંપતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મુન્દ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાતાં પરિસરમાં મહેશ્વરી સમાજના યુવાનોનું ટોળું એકત્ર થઇ ગયું હતું તો આ ઘટનાથી ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપરોક્ત કરુણ ઘટનાને લઇ મુન્દ્રા પોલીસે ટોલનાકા સ્થિત સીસીટીવી તપાસ કરતાં અકસ્માત સમયે ત્યાંથી 51 ભારે વાહનો પસાર થયા હોવાનું સામે આવ્યું હતું. જેથી નાસી ગયેલ અજાણ્યા ટેઈલર ચાલકની ઓળખ થઇ શકી હતી નહિ.