ચાકર કોટડા પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ નીપજયું
ભુજ તાલુકાના કોટડા- ચકારના સોઢા ફાર્મમાં રહેતા ૪૦ વર્ષિય ડુંગરભાઈ પન્નાલાલ ડામોર ગઈકાલે રાશન લઈને પરત આવી રહ્યા હતા ત્યારે ચકાર (કો.) થી 2 કિ.મી. ભુજ – બાજુના માર્ગ પર સામેથી આવતી બાઈક સાથે અકસ્માત થતા ડુંગરભાઈને ૧૦૮ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ માથામાં ગંભીર ઈજાના પગલે રાશન લેવા ગયેલા ડુંગરભાઈ જીવનના રાશન-પાણી ખલાસ થઈ ગયા હોવાથી તેમણે મધ્યરાત્રિના સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હોવાની વિગતો જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાઇ હતી