માનકુવા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૧૩૨૨૦૬૦૭/૨૨, એન.ડી.પી.એસ. એક્ટ કલમ ટ(સી), ૨૨(સી), ૨૯ મુજબ માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.)ના ગુનાના વોન્ટેડ આરોપીને પોખરણ, રાજસ્થાન ખાતેથી ઝડતી પાડતી પશ્ચિમ કચ્છ- ભુજ પોલીસ
હાલમાં ગુજરાત રાજયમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ તથા હાલમા એન.ડી.પી.એસ ના નાસતાં-ફરતા આરોપીઓને શોધી પકડી પાડવાની ડ્રાઇવ ચાલુમાં હોઇ જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભસિઘ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા માટે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલા તથા એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.
દરમ્યાન ગઇ તા.૧૬/૧૨/૨૦૨૨ના રોજ એસ.ઓ.જી.ના પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજાનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ ભુજમાંડવી હાઇવે રોડ પર ખત્રી તળાવની બાજુમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરના ગેટ પાસેથી (૧) ભુરૂભા ખેતુભા સોઢા, ઉવ.૩૮, રહે. મુળ ગામ. ભોજાય તા.માંડવી હાલ, રહે. શિવનગર, ખાવડા રોડ, ભુજ-કચ્છ તથા (૨) લીલાવંતીબેન ઉર્ફે લીલાબા વા/ઓ વિજય પ્રાગજી ચૌહાણ, ઉવ.૩૯, રહે. મુળ. ગામ. ધુણઇ તા.માંડવી તથા ગામ. ચિયાસર તા. અબડાસા હાલ. રહે. શિવનગર, ખાવડા રોડ, ભુજ-કચ્છ તથા(૩) શેરૂભા ઉર્ફે વિપુલસિંહ વિજયસિંહ ચૌહાણ, ઉવ.૨૪, રહે. મુળ. ગામ ધુણઇ તા.માંડવી તથા ગામ. ચિયાસર તા.અબડાસા હાલ. રહે. શિવનગર, ખાવડા રોડ, ભુજ કચ્છવાળાઓને માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) નાર્કોટિકસ ડ્રગ્સ જેનું વજન ૭૭.૯ ગ્રામ કિ.રૂ.૭,૭૯,૦૦૦/ના વાણિજ્યિક (કોમર્શિયલ) જથ્થા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ઇસમો વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને ગઇકાલ તા. ૧૮/૧૨/૨૦૨૨ ના રોજ નામદાર કોર્ટમાંથી આરોપીઓના દિન ૦૮ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ. જેમાં રાજસ્થાનના ભોમસિહ નામના અજાણ્યો ઇસમ વોન્ટેડ હોઇ જેથી તેને તાત્કાલિક પકડી પાડવા માટે માધાપર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી જે.ડી.સરવૈપાનાઓ રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલ હોઇ અને તેઓએ પોખરણ, રાજસ્થાન ખાતેથી આરોપી ભોમસિંહ જુગતસિંહ સોઢા, ઉવ.૨૯, રહે. મુળ ગામ. મુળ. ગામ. ધૌલાસર, પંચાયત- રાજમથાઇ, તા. ભનીયાણા, જી. પોખરણ, રાજય- રાજસ્થાન હાલ. રહે. જેઠુસિહ કરનોતના મકાનમાં, ભવાનીપુરા સોસાયટી, પોખરણ, રાજ્ય- રાજસ્થાનનાઓને ઝડપી પાડી ઉપરોક્ત ગુનાના કામે આજરોજ રજુ કરતાં ક ૧૯/૨૦ વાગ્યે અટક કરેલ છે. આરોપી ભોમસિંહ સોઢા અગાઉ ભુરૂભા ખેતુભા સોઢાનાઓને ભુજ ખાતે આવી મેફેડ્રોન (એમ.ડી.) નો જથ્થો બે વાર ૫૦૫૦ ગ્રામ આપી ગયેલ હોવાનું આરોપી ભોમસિંહએ જણાવેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
માધાપર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી જે.ડી.સરવૈયા તથા એલ.સી.બી.ભુજના એ.એસ.આઇ. જયદિપસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ જાડેજા તથા પેરોલ-ફર્લો સ્કવોડના પો.કો. કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ.બળવંતસિંહ જાડેજાનાઓએ સદર કાર્યવાહી કરેલ છે.