નખત્રાણાના મથલમાં નજીવી બાબતે બબાલ
“તું મને ફોન પર ગાડો કેમ આપે છે”તેવું કહી યુવકને મારમરાયો હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર હાજી અલીમામદ પીધેલી હાલતમાં હાથમાં લોખંડની ટાંબી લઈ ફરિયાદી ઇબ્રાહિમના નાના ભાઈને “તું મને ફોન પર ગાડો કેમ આપે છે”તેવું કહી ગાળો બોલવા માંડે છે. ઇમરાને આરોપીને જણાવેલ કે તેણે ગાળો આપી નથી. તો ઉશ્કેરાઈ જઈ ઇમરાનને ગાળો આપી હાથમાં રહેલ ટાંબી વડે બંને પગના ભાગે અને હાથના ભાગે માર મારવા લાગે છે. રાડારાડ થતાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં જતો રહ્યો અને જતાં જતાં આજે તો બચી ગયા છો બીજી વખત મોકો આવે તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપેલ. ઇમરાનને સારવાર અર્થે નખત્રાણા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડાયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.