ભુજમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: 6 જુગારપ્રેમી ઝડપાયા
ભુજ એ-ડિવિઝન પોલીસે જુગારધામ પર દરોડો પાડી 6 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, વાવ ફળિયું નાગનાથ મંદિર પાછળ જયંતીલાલ રામજી ગોર પોતાના રહેણાક મકાનમાં બહારથી જુગાર રમવા માટે મહિલાઓ તેમજ પુરૂષોને બોલાવી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળા મકાન પર રેડ પાડતા મકાનના અંદરના રૂમમાં 5 પુરુષ તથા એક મહિલા ગોળ કુંડાળું કરી ગંજીપાના વડે જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે 6 શખ્સોને ઝડપી પાડતા હતા. આ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
- જયંતીલાલ રામજી ગોર ઉ.વ.54
- નિતિન જટાશંકર ગોર ઉ.વ.58
- મોહન જટાશંકર રાજગોર ઉ.વ.63
- ઈમરાન હુશેન જત ઉ.વ.33
- રફીફ સાલેમામદ જીએજા ઉ.વ.48
- પ્રિયાબેન રાજેશભાઈ ચુનીલાલ ગોર ઉ.વ.42