આદિપુરમાં તસ્કરોએ 4,00,000ની બોલેરોની કરી ઉઠાંતરી

આદિપુર પોલીસ મથકે વાલાભાઈ કાનાભાઇ મકવાણાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તા.12-12ના પોતાની માલીકીની મહિન્દ્રા કંપનીની જીજે-12-BY-4573 બોલેરો આદિપુર મધ્યે ટાગોર રોડ પર આવેલ બ્લ્યુબેરી દુકાનની બાજુમાં લોક મારી પાર્ક કરી હતી. ગઈ કાલે તેમને કોલ આવેલ કે તેમની બોલેરો ગાડી પાર્ક કરેલ સ્થળ પર નથી. જેથી આદિપુર પહોચી તપાસ કરતાં બોલેરો વિશે કોઈ જાણકારી મળી નહિ.ગાડીમાં જી.પી.એસ. સિસ્ટમ લગાવેલ હોય તે તપાસતા ગાડી રાત્રિના સાડા બાર વાગ્યે ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.