હનીટ્રેપના ગુન્હામા નાસતી-ફરતી આરોપીને પકડી પાડતી માનકુવા પોલીસ
“હનીટ્રેપના ગુન્હામા નાસતી-ફરતી આરોપીને પકડી પાડતી માનકુવા પોલીસ” શ્રી જે.આર.મોથાલીયા સાહેબ,પોલીસ મહાનિરીક્ષકશ્રી,સરહદી રેન્જ, ભુજ તથા સૌરભસિંઘ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ પશ્ચિમ કચ્છજીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડવવા સુચના આપેલ કે જે અનવ્યે નાસતા ફરતા આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસના ઉપયોગથી પ્રયત્નશીલ હતા.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ચૌધરી સાહેબ તથા પો.હેડ.કોન્સ રૂપાભાઈ ભગવાનભાઈ દેસાઈ નાઓ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન સંયુકત રાહે હકીકત મળેલ કે માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૩૨૨૦૮૪/૨૦૨૨ આઈ.પી.સી કલમ.૩૮૮,૩૬૫ ,૩૨૩,૫૦૬(૨),૧૭૦,૧૨૦(બી),૨૯૪(ખ) મુજબના ગુન્હા કામે નાસતી-ફરતી સોરૂ ઉર્ફે સોનુ અબ્દુલરઝાક લાહેજી રહે.અલીમાસ્તર સેજવાલા માતમ ભુજ વાળી ભુજ રેલ્વે સ્ટેશન પાસે હાજર છે અને દિલ્હી જવાની ફિરાકમા છે જે હકીકત આધારે ભુજ રેલ્વે સ્ટેશન પાસે જઈ તપાસ કરતા આ નાસતી-ફરતી આરોપી સોરૂ ઉર્ફે સોનુ અબ્દુલરઝાક લાહેજી રહે.અલીમાસ્તર સેજવાલા માતમ ભુજ વાળી મળી આવેલ તેને માનકુવા પોલીસ સ્ટેશન લઈ આવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧)સોરૂ ઉર્ફે સોનુ અબ્દુલરઝાક લાહેજી ઉ.વ.૨૯ રહે.અલીમાસ્તર સેજવાલા માતમ ફળીયા, ભુજ
ગુન્હાહીત ઈતીહાસ
(૧) માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૦૪૧/૨૦૧૭ આઈ.પી.સી. કલમ.૩૮૮,૩૯૫,૪૫૦, ૪૫૨,૫૦૪, ૧૨૦(બી) મુજબનો ગંહો રજીસ્ટર થયેલ છે (૨) ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૨૦૪૩૦/૨૦૨૨ આઈ.પી.સી.૩૮૭ ,૩૮૫,૫૧૧,૩૨૩,૫૦૬(૨),૧૨૦(બી) મુજબનો ગંહો રજીસ્ટર થયેલ છે
આમ ઉપરોક્ત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સપેકટર તથા એ.એસ.આઈ પ્રેમજીભાઈ લાલજીભાઈ ફણેજા તથા પંકજકુમાર કુશવાહા તથા પોલીસ હેડ.કોન્સ હેમલભાઈ શંકરલાલ ચૌધરી તથા વિજયભાઈ બરબસીયા તથા રૂપાભાઈ ભગવાનભાઈ દેસાઈ સ્ટાફના માણસો જોડાયેલ હતા.