ઝુરામાં જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા
પોલીસ લોરીયામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લોરીયા થી ઝુરા જતાં રોડ ઉપર પહોચતા બાતમી મળી હતી કે ઝુરા ગામમાં આવેલ મિઠુભાઈની ચાની દુકાન પાસે ખુલ્લા ઓટલા ઉપર અમુક ઇસમો તીનપત્તિ વડે પૈસાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે દરોડો પાડતા ખુલ્લા ઓટલા ઉપર લાઇટના અજવાળે 5 પુરુષો ગોળ કુંડાળું વાળીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. આ 5 શખ્સોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરીપીઓ:
- ગાભુ રામાભાઈ મહેશ્વરી ઉ.વ.46
- ગની ઉમર સુમરા ઉ.વ.30
- આરબ હકીયા વાંઢા ઉ.વ.36
- લાખા ઓકા વાંઢા ઉ.વ.23
- હારૂન ઉમર સુમરા ઉ.વ.42