મંગવાણા વાડી વિસ્તારમાં 7 વર્ષીય બાળક પાણીના ટાંકા માં ડૂબી જતાં કમકમાટી ભર્યું મૃત્યુ.

મંગવાણાની વાડી વિસ્તારમાં પાણીના ટાંકામાં 7 વર્ષનું બાળક પડી જતા તેનું મૃત્યુ નિપજીયું હતું.આજે સવારના 10 વાગ્યાના અરસામાં આ બાળક પાણી ભરવા જતા તેનો પગ લપશી જતા તે પાણીના ટાંકામાં પડી ગયો હતો. જેનું પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું.જેને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતા તેને ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાયો હતો.જેની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.