ગાંધીધામમા યુવતીના આપઘાત પ્રકરણમા અંતે આદિપુરના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ગાંધીધામના ચાવલા ચોક પાસે એસ.ડી.એક્સ નોર્થ વિસ્તારમાં બનેલા ભાવિશા કલ્યાણી આપઘાત પ્રકરણમાં તેને મરવા મજબૂર કરવા બદલ ગંગાબેન અનિલ કલ્યાણીએ આદિપુરના ભરત ઉર્ફે બન્ટી જ્ઞાનચંદ કાંજાણી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીની બે દીકરીઓ છે. જેમાં મોટી દીકરી ભાવિશાના લગ્ન 2019મા સાગર રાજેશ શિવદાસાણી થયા હતા ત્યારબાદ અમુક કારણોસર બંનેના છૂટાછેડા થઈ ગયેલ હતા અને ભાવિશા અમદાવાદ મધ્યે રહેતી હતી.
આશરે ત્રણેક મહિના અગાઉ ફરિયાદી ગંગાબેનને તેમના ભાઈ લલીતભાઈ વાસુદેવભાઈ સહાનીનો ફોન આવેલ અને તેમણે ફરિયાદીને જણાવ્યુ હતું કે, ભારત ઉર્ફે બન્ટી જ્ઞાનચંદ કાંજાણીની પત્ની અંજલીનો ફોન આવેલ અને તેઓએ જણાવ્યુ હતું કે, ભાવિશા અને તેમના પતિનો અફેર ચાલે છે. જેથી ફરિયાદીએ ભાવિશાને બોલાવી આ અંગે પૂછપરછ કરતાં ભાવિશાએ જણાવ્યુ હતું કે તેનો અને ભરત ઉર્ફે બન્ટી જ્ઞાનચંદ કાંજાણીનો છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધ છે. જેથી ભરત ઉર્ફે બન્ટી જ્ઞાનચંદ કાંજાણીને ઘરે બોલાવી આ સબંધ બાબતે પૂછતા તેમણે પ્રેમ સબંધ હોવાનું અને પોતાની પત્નીને છૂટાછેડા આપી દેવાનું જણાવ્યુ હતું. જે પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં દર્જ થયેલ છે. ભાવિશાએ ફરિયાદીને જણાવ્યુ હતું કે ભરત ઉર્ફે બન્ટી જ્ઞાનચંદ કાંજાણી અને પોતા વચ્ચે અનેકવાર ઝગડાઓ થતાં હતા અને ભાવિશાએ પોતાના હાથમાં બ્લેડથી છેકા પણ મારેલ હતા. ભાવિશાના જન્મદિવસે પણ તેઓ બંને વચ્ચે ઝગડો થતાં ભરત ઉર્ફે બન્ટી જ્ઞાનચંદ કાંજાણીએ ભાવિશાને માર માર્યો હતો. જેથી ભાવિશાએ ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાશ કરતાં ભરત ઉર્ફે બન્ટી જ્ઞાનચંદ કાંજાણી ભાવિશાને હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયો હતો. ત્યારબાદ ભાવિશા ઘરે પરત આવી જતાં ભરત ઉર્ફે બન્ટી જ્ઞાનચંદ કાંજાણીએ ભાવિશાના ફોન બ્લોક કરી દીધો હતો અને લગ્ન કરવાની ના પાડી દીધેલ જેથી ભાવિશા ડિપ્રેસનમા આવી જઈ 22-12ના રોજ પંખામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.