પુનડી ગામ નજીક સમર્પણ આશ્રમ પાસે બાઇક અને બોલેરોનો અકસ્માત, બાઇક ચાલક ઇજાગ્રસ્ત
આ અંગે મળતી માહિતી અનુસાર અકસ્માત તા.26-12ના સર્જાયો હતો. દેવશી હરજી કેરાઈ(રહે.નારણપર તા. માંડવી)પોતાની માલીકીની લાલ કલરની હીરો હોન્ડા કંપનીની ટુવ્હીલર GJ-12-EJ-7207 બાઇક દ્વારા સાંજે સાતેક વાગ્યાના અરશામાં મોટા આસંબિયા જવા માટે નીકળ્યા હતા. આ સમય દરમિયાન પુનડી ગામ પાસે આવેલ સમર્પણ આશ્રમથી પહેલા તેમની બાઇકને એક સફેદ કલરની GJ-12-BY-0628 બોલેરોએ ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને શરીરે ઇજાઓ પહોચી હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ભુજની કે.કે.પટેલ હોસ્પિટલ ખસેડાયા હતા. કોડાય પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.