ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે રહેણાક મકાનમાથી 26,235નો દારૂનો જથ્થો ઝડપ્યો: આરોપી ફરાર

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ભવાનીનગર આર્મી ગેટ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મયુરભાઈ પુનમભાઇ હિરાણી (રહે, ભવાનીનગર, ગળપાદર)પોતાના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી દારૂનો વેપલો કરે છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા મકાનના રસોડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 32 બોટલો મળી આવી હતી. જોકે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 32 બોટલોની કિ.રૂ. 26,235નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી મયુરભાઈ પુનમભાઇ હિરાણી (રહે, ભવાનીનગર, ગળપાદર) વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.