નખત્રાણાના રસલીયામાં ઘરના આંગણામાં પાર્ક કરેલ બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

image-27

નખત્રાણાના રસલીયામાં ઘરના આંગણામાં પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધવાઈ છે.

નખત્રાણા પોલીસ મથકે ઈશ્વરભાઇ હિરજીભાઇ ભાવાણીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.29-12ના રાત્રીના દસેક વાગ્યે પોતાની માલીકીની GJ-12DL-4645 બાઇક આંગણામાં પાર્ક કરી સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે 6 વાગ્યે આંગણામાં પાર્ક કરેલ બાઇક જોવા મળી ન હતી. આસપાસ તપાસ કરતાં બાઇક અંગે કોઈ જાણકારી મળી નહતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.