ભુજમાં કલરવ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇક ચોરાઇ

ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સુલતાન ફકીરમામદ સોઢાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના ભત્રીજાની તબિયત સારી ન હોતા સારવાર અર્થે કલરવ હોસ્પિટલ ગયા હતા. ફરિયાદીએ પોતાની માલીકીની GJ-12-DL-6183 વાળી બાઇક કલરવ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરી હતી. ત્યારબાદ ફરિયાદી સવારે નવેક વાગ્યાના અરશામાં બાઇક લેવા જતાં બાઇક જોવા મળ્યું ન હતું. આ અંગે આસપાસમાં તપાસ કરતાં બાઈક ક્યાય મળી આવ્યું ન હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.