ગાંધીધામ જુગાર રમતા 7 જુગારપ્રેમીઓ પાંજરે પુરાયા

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ભવાનીનગર ગળપાદર પાસે પહોચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે ગળપાદર ગામના તળાવની પાળે ચોકમાં ઓટલા ઉપર અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા 7 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 7 શખ્સો પાસેથી 2350 રોકડા રૂપિયા, 3 મોબાઈલ ફોન કિ.રૂ. 10500 મળી કુલ.કિ.રૂ.12,850નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 7 ઇસમો વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. રામદેવસિંહ વેલુભા જાડેજા ઉ.વ.42 રહે, રામ મંદિર પાસે ગળપાદર ગાંધીધામ
  2. ધનજીભાઇ લખુભાઈ આહીર ઉ.વ.63 રહે, રામ મંદિર પાસે ગળપાદર ગાંધીધામ
  3. ડાયાભાઈ હીરાભાઈ મહેશ્વરી ઉ.વ.42 રહે, રામ મંદિર પાસે ગળપાદર ગાંધીધામ
  4. જેમલભાઈ રાધુભાઈ કોલી ઉ.વ. 35 રહે, નાગેશ્વરી સોસાયટી ગળપાદર ગાંધીધામ
  5. રમેશ જીવરામભાઈ આહીર ઉ.વ.52 રહે, હાઉસિંગ બોર્ડ ગળપાદર ગાંધીધામ
  6. વસ્તાભાઈ કાનાભાઈ આહીર ઉ.વ.57 રહે, નવાવાસ ગળપાદર ગાંધીધામ

ખોડાભાઈ સાદૂરભાઈ કોલી ઉ.વ.67 રહે, નાગેશ્વરી સોસાયટી ગળપાદર ગાંધીધામ