માંડવી પોલીસે વિદેશીદારૂ સહિત 48,050નો મુદ્દામાલ કબ્જે કર્યો: એક આરોપી ફરાર

માંડવી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન નવાપુરા મધ્યેથી અનિલ રવજીભાઈ રાજપુતને અંગ્રેજી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીને દારૂ અંગે વધુ પૂછપરછ કરતાં માંડવીનો મહેન્દ્ર રામ ગઢવી દારૂ નાગલપર ગામના સ્વામિનારાયણ મંદિર પાસે રહેણાક મકાનમાં રાખી વેપલો કરતો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી આરોપી મહેન્દ્ર રામ ગઢવીને પકડી પાડી પૂછપરછ કરતાં પોતે આ આ મકાન ભાડે રાખી દારૂનો વેચાણ કરતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીના ઘરમાથી વિદેશી દારૂની બોટલો, એક મોબાઈલ મળી કુલ 48,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે આરોપી મહેન્દ્ર રામ ગઢવીને દારૂ અંગે પૂછતા તેણે આ દારૂ માંડવીનો હરજોગ ગોપાલ ગઢવી આપી ગયો હોવાનું જણાવ્યુ હતું. આરોપી હરજોગ ગોપાલ ગઢવી દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.