ગુણાતીતપુર-લુણવા પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ: 6,56,600નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ પોલીસ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લોધેશ્વર હોટેલ પાસે પહોચતા તમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા(રહે. ભચાઉ)એ વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. અને આ દારૂના વેચાણ અર્થે તેની સાથે કામ કરતાં ભાગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા પોતાના કબજાની સફેદ કલરની ઇસુઝુ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉ કેનાલથી ગુણાતીતપુર-લુણવા તરફ આવવાના છે. આ બાતમીના આધારે પોલીસ કાર્યવાહી કરવા ગુણાતીતપુર-લુણવા તરફ જતાં રસ્તા ઉપર વોચમાં હતા. દરમિયાન સાડા ચારેક વાગ્યાના અરસામાં કેનાલથી ગુણાતીતપુર-લુણવા તરફ એક ગાડી નજરે પડતાં ડ્રાઇવિંગ શીટ પર ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા તથા ખાલી સાઇડમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા બેઠેલ હોવાનું જણાતા પોલીસે વાહનને હાથનો ઈશારો કરી અટકાવતાં વાહન ચાલકે પોતાના કબજાનું વાહન ઊભું ન રાખી રોડની સાઈડમાં કાચા રસ્તે ઉતારી દઈ વાહન રાખી બને શખ્સો અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. પોલીસે ગાડીમાં તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 876 બોટલો મળી આવી હતી. પોલીસે 3,06,600 વિદેશી દારૂનો જથ્થો તેમજ દારૂના વેચાણ અર્થે ઉપયોગમાં લીધેલ ફોરવ્હીલર કિ.રૂ.3,50,000  મળી કુલ.કિ.રૂ.6,56,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.