અંતરજાળ ગામમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા
copy image
આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંતરજાળ ગામ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અંતરજાળ ગામના બસ સ્ટેશનની પાછળ કેબીનની આગળ ખુલ્લામાં અમુક શખ્સો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી પોલીસે 7 શખ્સોને ઝડપી પાડી 17,320નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 7 શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- અરવિંદભાઇ શંભુભાઈ આહીર ઉ.વ.25 રહે. મહાવીરનગર શીતળા માતાજીનાં મંદિર પાસે અંતરજાળ
- નવીન લકુભાઈ ઝરૂ ઉ.વ.30 રહે, જરૂ ફળિયું અંતરજાળ
- રાજાભાઈ ખીમજીભાઇ દાફડા ઉ.વ.43 રહે. રામદેવપીર મંદિરની બાજુમાં મોમાયાનગર, અંતરજાળ
- માદેવા દેવદાન મ્યાત્રા ઉ.વ. 49 રહે, મ્યાત્રા ફળિયું ચામુંડા માતાજીનાં મંદિરની બાજુમાં અંતરજાળ
- રતન હીરાભાઈ દાફડા ઉ.વ. 53 રહે, મોમાયાનગર અંતરજાળ
- શામજીભાઈ ખીમજીભાઈ જરૂ ઉ.વ.53 રહે, મ.નં.119 રવેચીનગર અંતરજાળ
- શામજીભાઈ રામજીભાઈ માતંગ ઉ.વ.54 રહે, મ.નં.201 ભક્તિનગર-01 મેઘપર(કુ.)